Sanitary Inspector Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે 75 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 12 પાસ થયેલા અને ડિપ્લોમા સેનેટરી કોર્સ કરેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
GSSSB માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
Sanitary Inspector Recruitment 2025 highlight
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર |
| કુલ જગ્યા | 75 |
| નોકરી સ્થાન | ગુજરાત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2025 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2025 |
| પગાર ધોરણ | ₹26,000 (પાંચ વર્ષ માટે ફિક્સ) |
જગ્યાઓ
- મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર 75
શૈક્ષણિક લાયકાત
- મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર 12 પાસ + ડિપ્લોમા સેનેટરી કોર્સ અથવા હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
ઉંમર મર્યાદા
- મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ૧૮ થી ૩૩ વર્ષ
- ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
- જનરલ 500/-
- અન્ય તમામ માટે 400/-
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને અન્ય માપદંડો પર આધારિત રહેશે. પસંદગી અંગેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી છે.
અગત્યની તારીખો
- અરજી કરવાની શરૂઆતની તારીખ 1 સપ્ટેમ્બર 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025
- ફી ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2025
GSSSB Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌપ્રથમ, OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, સંબંધિત ભરતી માટેની જાહેરાત શોધો.
- “Online Apply” પર ક્લિક કરો અને તમારી જરૂરી વિગતો ભરીને Registration કરો.
- વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે ફોટોગ્રાફ, સહી, જાતિનો દાખલો, નોન-ક્રિમિલેયર, EWS વગેરે અપલોડ કરો.
- અરજી ફી ભરો અને ફોર્મની સમીક્ષા કરી “સબમિટ કરો” પર ક્લિક કરો.
- હવે તમારું ભરેલું ફોર્મ પ્રિન્ટ કરીને સાચવી રાખો.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશીયલ નોટિફીકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ જોવા માટે | અહીં ક્લિક કરો |