WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

માત્ર ધોરણ 10 પાસ પર GD કોન્સ્ટેબલની 25,487 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર , મેળવો‌ સંપૂર્ણ માહિતી

SSC GD Constable Recruitment 2025-26 : ssc.gov.in સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) SSC GD કોન્સ્ટેબલ ભરતી 2025, પાત્રતા, ફી, છેલ્લી તારીખ, ઓનલાઈન અરજી કરો, ઓથોરિટીએ SSC GD BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF અને NCB કોન્સ્ટેબલની 25487 જગ્યાઓ માટે નવી ખાલી જગ્યા 2025 ની ભરતી માટે નવી સૂચના બહાર પાડી છે. SSC GD કોન્સ્ટેબલ ઓનલાઈન નોંધણી ફોર્મ 2025 01 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ દ્વારા શરૂ થયું છે. SSC GD કોન્સ્ટેબલ ભારતી 2025 માં રસ ધરાવતા ઉમેદવારો, કૃપા કરીને SSC GD કોન્સ્ટેબલ નોકરીઓ 2025 સંબંધિત સંપૂર્ણ સૂચના વાંચો. પાત્રતા, અરજી ફી, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા અને અન્ય તમામ માહિતી તપાસો. SSC GD કોન્સ્ટેબલ ઓનલાઈન નોંધણી અરજી ફોર્મ 2025 લિંક સંબંધિત બધી વિગતો નીચે આપેલ છે.

 

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2025 હાઈલાઈટ્સ

ભરતી કરનાર સંસ્થા કોન્સ્ટેબલ ( જનરલ ડયુટી )
ભરતીનું નામ 25,487
ખાલી જગ્યાઓની સંખ્યા માત્ર ધોરણ 10 પાસ
શૈક્ષણિક લાયકાત 18 થી 28 વર્ષ
નોકરીઓનો પ્રકાર સરકારી
પગાર ₹21,700 થી ₹69,100
ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાનું શરૂ થયું 1 ડિસેમ્બર 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025
સત્તાવાર વેબસાઇટ www.ssc.gov.in

 

પોસ્ટ

વિવિધ કુલ 8 પોસ્ટ પર ભરતી જાહેર થવાની છે, જે પોસ્ટ નું નામ તમે અહીં જોઈ શકો છો.

  • BSF : બોર્ડર સિક્યુરિટી ફોર્સ
  • CISF : ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ
  • CRPF : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
  • ITBP : ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ
  • SSB : સશસ્ત્ર સીમા બાલ
  • SSF : સચિવાલય સુરક્ષા દળ
  • NCB : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો
  • AR : આસામ રાઇફલ્સ

 

કુલ જગ્યાઓ

  • અત્યારે 25,487 જગ્યાઓ પર ભરતી જાહેર થઈ છે પરંતુ પાછળથી આ જગ્યાઓમાં ચોક્કસ વધારો કરવામાં આવશે અંદાજીત 50,000 + જગ્યાઓ પર આ ભરતી રહેવાની છે તેથી ફોર્મ ભરવાનું ચુકી ન જતા.
  •  GD કોન્સ્ટેબલની ભરતીનો ઈતિહાસ રહ્યો છે કે તે ભરતી જાહેર કર્યા બાદ દર વર્ષ જગ્યાઓ વધારો કરે છે.

હવે કંઇ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે તેની માહિતી અહીં નિચે આપેલ છે કેટેગરી મુજબ

 

શૈક્ષણિક લાયકાત

  • અહીં શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ 10 પાસ છે.

 

પગાર

  • 7 માં પગારપંચ મુજબ બેઝીક પગાર 21,700 ₹ છે પરંતુ કેન્દ્ર સરકારના વિવિધ ભથ્થાઓ એડ થતાં અંદાજીત કુલ પગાર 35000 ₹ થાય છે.

 

ઉંમર મર્યાદા

  • જનરલ કેટેગરીના ઉમેદવારો માટે : 18 થી 23 વર્ષ
  • OBC કેટેગરીના ઉમેદવારો માટે : 18 થી 26 વર્ષ
  • SC, ST કેટેગરીના ઉમેદવારો માટે : 18 થી 28 વર્ષ

આ ઉંમર તમારી 1 જાન્યુઆરી 2026 ને ધ્યાનમાં રાખીને થવી જોઈએ.

 

પસંદગીની પ્રક્રિયા

આ GD કોન્સ્ટેબલની ભરતીમાં તમારું સિલેકસન કેવી રિતે થશે તે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ.

  • 1) કોમ્પ્યુટર પર MCQ પરિક્ષા
  • 2) શારિરીક કસોટી
  • 3) શારિરીક યોગ્યતા
  • 4) મેડીકલ ચેકઅપ
  • 5) ફાઈનલ સિલેકસન

 

GD કોન્સ્ટેબલની લેખીત પરીક્ષાનો સિલેબસ

 વિષય  પ્રશ્નો  માર્ક
રિઝનિગ  20 40
ગણિત 20 40
સામાન્ય જ્ઞાન 20 40
હિન્દી / અંગ્રેજી 20 40
સમય :  60 મિનિટ  કુલ પ્રશ્નો : 80  કુલ માર્ક :160

 

  • આ પેપરને પુર્ણ કરવા માટે 1 કલાકનો સમય આપવામાં આવશે.
  • આ પેપરમાં કુલ 80 પ્રશ્નો હશે જેમાં એક પ્રશ્નના 2 માર્ક રહેશે. તેથી આ પેપર કુલ 160 માર્કનું રહેશે.
  • દર એક પ્રશ્નના સાચા જવાબ દિઠ 2 માર્ક મળશે તથા દર એક પ્રશ્નના ખોટાં જવાબ દિઠ 0.25 નેગેટિવ માર્ક થશે.
  • આ પેપર તમારે કોમ્પ્યુટર પર આપવાનું રહેશે જે તમે અંગ્રેજી, હિન્દી અને 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકો છો . આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ.
  • આ પેપર તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો.

 

શારિરીક કસોટી

આ શારિરીક કસોટીમાં ફક્ત દોડ રહેશે , જે નક્કી કરેલા સમયની અંદર પુર્ણ કરવાની રહેશે.

  • પુરુષ : 5 કિલોમીટરની દોડ‌ 24 મિનિટમાં પુર્ણ કરવાની રહેશે.
  • મહિલા : 1600 મિસ્ટરની દોડ 8:30 મિનિટમાં પુર્ણ કરવાની રહેશે.

 

શારિરીક યોગ્યતા

આ શારિરીક યોગ્યતામાં ઉંચાઈ અને છાતી તપાસવામાં આવશે.

હાઈટ પુરુષ મહિલા
SC , EWS ,OBC 170 cm 157 cm
ST 162.5 cm 150 cm

 

છાતી ફક્ત પુરુષ :

  • નોર્મલ 80 cm હોવી જોઈએ, 5 cm ફુલાવવાની રહેશે.

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. ધોરણ 10 ની માર્કશીટ
  2.  આધારકાર્ડ
  3. મોબાઈલનંબર
  4. ઇમેલ આઇડી
  5. પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  6.  વાઈટ કાગળ પર સહેનો ફોટો
  7.  જાતિનો દાખલો અંગ્રેજીમાં ( SC , ST, OBC, EWS માટે )
  8. ડોમીસાઇટ સર્ટિફિકેટ ( અંગ્રેજીમાં )

 

ડોમીસાઇટ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમારી પાસે ડોમીસાઇટ સર્ટિફિકેટ અંગ્રેજીમાં ન હોય અથવા ડોમીસાઇટ સર્ટિફિકેટ નો 1 વર્ષનો સમયગાળો પુર્ણ થઈ ગયો હોય તો તમારે નવું ડોમીસાઇટ સર્ટિફિકેટ તમારા તાલુકામાંથી મામલતદાર કચેરીથી કઢાવવાનું રહેશે.

આ ડોમીસાઇટ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લીસ્ટ અહીં નિચે આપેલ છે.

  1. રેશનકાર્ડ
  2. આધાર કાર્ડ
  3. લિવિંગ સર્ટિફિકેટ
  4. તલાટીનો રહેઠાણનો દાખલો
  5. છેલ્લું લાઇટબીલ
  6. પોલીસ સ્ટેશનનો દાખલો
  7. 2 થી 3 ફોટા

 

જાતીનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

ફક્ત SC, ST, EWS, OBC કેટેગરીના ઉમેદવારોને ફોર્મ ભરવા જાતીનો દાખલો અંગ્રેજીમાં જોઈશે.જો તમે અંગ્રેજીમાં અગાઉ ક્યારેય પણ જાતીનો દાખલો અંગ્રેજીમાં કરાવેલ હોય તો તે ચાલશે પરંતુ જો ન કઢાવેલ હોય તો કઢાવવાનો રહેશે.

આ જાતીનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લીસ્ટ અહીં નિચે આપેલ છે.

  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પિતા , ભાઈ કે બહેન કોઈ એકનું લિવિંગ સર્ટિફિકેટ લાટીનો જાતીનો દાખલો
  • છેલ્લું લાઇટબીલ
  • 1થી 2 ફોટા

 

ફોર્મ ફ્રી ( ચલણ )

  • જનરલ , OBC, EWS : 100 ₹
  • અન્ય તમામ માટે : કોઈ ફી નથી
  • તમાંમ મહિલાઓને : કોઈ ફ્રી નથી

પરીક્ષા ફી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ/પે ઓનલાઈન દ્વારા ચૂકવો.

 

મહત્વપૂર્ણ તારીખો

  • ભરતી જાહેર થઈ : 1 ડિસેમ્બર 2025
  • ફોર્મ ભરવાનું ચાલું થયું : 1 ડિસેમ્બર 2025
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31 ડિસેમ્બર 2026
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 1 જાન્યુઆરી 2026
  • ફોર્મમા સુધારો કરવાની તારીખ : 8 થી 10 જાન્યુઆરી 2026
  • પ્રિલિમ્સ એડમિટ કાર્ડ: પરીક્ષા પહેલા
  • અંદાજીત પરીક્ષા તારીખ : ફેબ્રુઆરી થી એપ્રિલ 2026

 

અગત્યની લીંક

ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો 
ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો 
ઓફિશીયલ વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો 
આવનાર દરેક ભરતી સંબંધિત ન્યુ અપડેટ્સ સમયસર મેળવવા માટે જોડાઓ ઈન્સ્ટાગ્રામ ચેનલમાં અહીં ક્લિક કરો 

 

13 thoughts on “માત્ર ધોરણ 10 પાસ પર GD કોન્સ્ટેબલની 25,487 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર , મેળવો‌ સંપૂર્ણ માહિતી”

Leave a Comment

error: Content is protected !!