સોના-ચાંદીમાં ઘટાડો અટકવાનું નામ લઈ રહ્યો નથી, બજેટના દિવસે બંને કિંમતી ધાતુઓમાં ભારે ભરખમ ઘટાડો થયા બાદ આજે સોમવારે ફરી મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં વાયદા કારોબારની શરૂઆતની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં કડાકો બોલાઈ (Gold-Silver Price Crash) ગયો છે.
Silver Crash: સોના-ચાંદીમાં ઘટાડો અટકવાનું નામ લઈ રહ્યો નથી, બજેટના દિવસે બંને કિંમતી ધાતુઓમાં ભારે ભરખમ ઘટાડો થયા બાદ આજે સોમવારે ફરી મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં વાયદા કારોબારની શરૂઆતની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં કડાકો બોલાઈ (Gold-Silver Price Crash) ગયો છે. એક તરફ 1 કિલો ચાંદીનો ભાવ એક ઝાટકે 10,000 રૂપિયાથી વધારે તૂટ્યો છે, તો બીજી બાજુ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો વાયદા ભાવ MCX પર 4000 રૂપિયાથી વધારે ઘટી ગયો છે.
ગુરુવાર પછી સતત ઘટાડો – ચાંદીના ભાવ ગત અઠવાડિયાના ગુરુવારે ઇતિહાસમાં પહેલી વખત 4 લાખ રૂપિયાની ઉપર ગયા બાદથી જ સતત તૂટી રહ્યા છે (Silver Price Crash). રવિવારે બજેટના દિવસે ચાંદી લગભગ 9 ટકાથી વધારે તૂટ્યા બાદ, અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ્યારે MCX પર કમોડિટી ટ્રેડિંગ શરૂ થઈ, ત્યારે ચાંદીમાં મોટો ઘટાડો થયો છે.
અત્યારે કેટલો છે ચાંદીનો ભાવ? – ગત કારોબારી દિવસે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો અને પછી રિકવરી થયા બાદ ચાંદી અંતે 2,65,652 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. સોમવારે જ્યારે માર્કેટ ખુલ્યું, ત્યારે તરત જ ચાંદી ઘટીને 2,55,652 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. એટલે કે ચાંદીના વાયદામાં 10,000 રૂપિયાનો વધુ ઘટાડો થયો છે.
ચાંદીમાં થોડા દિવસ અગાઉ જે તજી જોવા હતી, તે તેજી પરથી હવે ચાંદી લપસતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, ગુરુવારે MCX પર 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો વાયદા ભાવ તમામ રેકોર્ડ તોડીને 4,20,048 રૂપિયાના લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો, પરંતુ આ સ્તરથી ચાંદી અત્યાર સુધીમાં 1,70,335 તૂટી ગઈ છે.
આજે સોનામાં કેટલો થયો ઘટાડો? – ચાંદીના ભાવ ક્રેશ થયા છે, સાથે સોનાએ પણ રોકાણકારોનું ટેન્શન વધાર્યું છે. બજેટને દિવસે સોનું પણ 13000 રૂપિયા સુધી તૂટ્યું હતું. જોકે, પછી તેમાં થોડી રિકવરી પણ જોવા મળી હતી. રવિવારે સોનું 1,47,753 રૂપિયાના લેવલ પર ક્લોઝ થયું હતું અને સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર કારોબારની શરૂઆત થતાં જ તે તૂટીને 1,43,321 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એટલે કે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 4432 રૂપિયા સુધી ઘટી ગયો છે.
રેકોર્ડ હાઈથી કેટલું સસ્તું થયું સોનું – ચાંદીની જેમ સોનાનો ભાવ પણ ગત ગુરુવારે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો અને તોફાની તેજી સાથે 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં સોનાના ભાવ તૂટતા ગયા અને અત્યારે તે 49,775 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
હાઈએસ્ટ થયેલ સોના અને ચાંદીનો ભાવ
- પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ : 1,93,096 રૂપિયા (24 કેરેટ )
- પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ : 4,20,048 રૂપિયા
આજનો સોના અને ચાંદીનો ભાવ ( 2 ફેબ્રુઆરી 2026 )
- પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ : 1,43,321 રૂપિયા (24 કેરેટ )
- પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ : 2,55,652 રૂપિયા