WhatsApp Group Join Now
Telegram Group Join Now

રેવન્યુ તલાટી ન્યુ ભરતી 2025 | ફોર્મ ભરવા માટે હવે છેલ્લા 4 દિવસ બાકી

Revenue Talati New Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની ન્યુ ભરતી જાહેર કરવામાં આવેલ છે, આ‌ રેવન્યુ તલાટીની ભરતીમાં ખુબ જ મોટા ફેરફારો થયા છે, આ ખાસ ફેરફારોમા રેવન્યુ તલાટીનો અભ્યાસમા જે સુધારો થયો છે જેના કારણે જેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમા હાલ કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના આ લેખમાં જોઈશું.

રેવન્યુ તલાટી ભરતી હાઈલાઈટસ

ભરતી કરનાર સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નું નામ રેવન્યુ તલાટી  | મહેસુલી તલાટી
કુલ જગ્યાઓ 2389
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જુન 2025
ઓફિશીયલ વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index

 

રેવન્યુ તલાટીમા કુલ જગ્યાઓ

  • કુલ 2389 જગ્યાઓ છે.
  • આ જગ્યાઓ જીલ્લાવાર આપેલ છે જેની માહીતી ઓફિસીયલ નોટીફીકેશનમા આપેલ છે જેની લીંક આ લેખના અંતમાં આપેલ છે.

 

રેવન્યુ તલાટીમા પગાર

  • સાતમા પગારપંચ મુજબ 27,000 મળવાપાત્ર છે.જે 5 વર્ષ માટે ફિક્સ છે.

 

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ.
  • વધુમાં વધુ ઉંમર 35 વર્ષથી વધું ન હોવી જોઈએ.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે જેની વધું માહિતી ઓફિશીયલ નોટીફિકેશનમા આપેલ છે.

 

શૈક્ષણિક લાયકાત

  •  ગ્રેજ્યુએટ ( કોલેજ પાસ )
  • જેને કોલેજનું છેલ્લું સેમેસ્ટર ચાલું હશે તે પણ ફોર્મ ભરી શકશે.

 

રેવન્યુ તલાટીનો અભ્યાસ 2025

પ્રીલીમ પરિક્ષાનો અભ્યાસ : પ્રીલીમ પરિક્ષા નું પેપર કુલ 200 માર્કનું રહેશે. જે MCQ વાળું રહેશે.

મેઈન્સ પરિક્ષાનો અભ્યાસ : આ મેઈન્સની પરિક્ષામાં 350 માર્કનું લેખિત પેપર રહેશે.

 વિષય  માર્ક  સમય
ગુજરાતી ભાષા  100 3 કલાક
અંગ્રેજી ભાષા 100 3 કલાક
જનરલ નોલેજ 150 3 કલાક
કુલ માર્ક  350
  • આ અભ્યાસક્રમ વિગતવાર ઓફિસીયલ નોટીફીકેશનમા આપેલ છે.

 

પરિક્ષા ફ્રી (ચલણ )

  • જનરલ કેટેગરીમાં ફક્ત પુરુષ : 500 ₹
  • અન્ય તમામ માટે : 400 ₹

જો પ્રીલીમ પરિક્ષામાં 40% માર્ક (80 માર્ક) કરતા વધું આવશે તો ભરેલ પરિક્ષા ફ્રી પરત મળશે.

 

રેવન્યુ તલાટીમા ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  1. આધારકાર્ડ
  2. મોબાઈલ નંબર
  3. ઈમેલ આઈડી
  4. ફોટો
  5. સહી
  6. ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ
  7. ફક્ત OBC માટે : જાતીનો દાખલો, નોન ક્રીમીલીયર
  8. ફક્ત SC , ST , EWS માટે : જાતીનો દાખલો

 

ફોર્મ ભરવાનું માધ્યમ

  • ફોર્મ ઓનલાઈન ઓજસ ની વેબસાઇટ પર ભરવાનું રહેશે.

 

અગત્યની તારિખ

  • ફોર્મ ભરવાનું ચાલું થયું : 26 મે 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 10 જુન 2025

મહત્વની લીંક

રેવન્યુ તલાટી માં ફોર્મ ભરવા માટે   અહીં ક્લિક કરો 
ઓફિશિયલ નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે  અહીં ક્લિક કરો

 

Sharing Is Caring:

Hello friends, jobs6g.in website is an education website in which Free Mock Test , Government jobs news and Trading news is posted.

Leave a Comment

error: Content is protected !!