Police Constable Motivation Story 2025 : ગુજરાત સરકાર દ્વારા હાલ પોલીસ કોન્સ્ટેબલની શારિરીક કસોટી પુર્ણ થઈ છે તથાં લેખિત પરિક્ષા હજુ બાકી છે. દરેક ભાઈઓ અને બહેનો માટે એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂંક લઇ સમાજને નવો રાહ ચીંધ્યો છે.
પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાથે સાથે તેમના સંતાન ચાર દીકરીઓ જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકા તેમજ દીકરા ઉત્તમ ને શિક્ષણ પૂરતું અપાવ્યું છે. તેમાં હેતલ એ સારી ખેલાડી છે તેણે એથલેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે.
ત્યારે હેતલની સાથે એની બીજી ત્રણ બહેનો પણ પોલીસ ભરતી તેમના જ ગામના કોચ રમેશભાઈ દેસાઈ જોડે દોડની પ્રેક્ટિસ કરી હતી. રમેશભાઈ આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા. જેનો બહેનોએ લાભ લઈ ગત વર્ષે ગયેલી પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણુક લઈને ફરજ બજાવી રહી છે. એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ચારેય દિકરીના પોસ્ટિંગના સ્થળ વિશેની માહિતી
નામ | પોસ્ટિંગનુ સ્થળ |
જાગૃતિ ચૌહાણ | મહેસાણા |
પ્રિયંકા ચૌહાણ | મહેસાણા |
હીના ચૌહાણ | અમદાવાદ |
હેતલ ચૌહાણ | ગાંધીનગર |
દિકરીના પિતા
હું ધોરણ 1 ભણેલો છું જ્યારે મારી પત્ની સાવ અભણ છે અમને બંને જણાને એવી ઈચ્છા હતી કે અમે તો નથી ભણ્યા પરંતુ અમારા સંતાન પુરું ભણે કેમકે આજના યુગમાં અભણ અને અંધ એક સમાન છે. તેથી અમારાં સંતાનને ભણતર પુરુ કરાવીને સરકારી નોકરીએ લગાડવાની અમારી ઈચ્છા હતી. લોકો કહેતા હતા કે વધુ છોકરીઓને ન ભણાવાય પરંતુ અમે તેમનું સાંભળ્યું નહીં અને તેમને ભણાવવાનું ચાલું રાખ્યું અને સરકારી નોકરીની તૈયારી કરાવી. મારી ચારેય દિકરી 2022 ની પોલીસ ભરતીમા પાસ થઈ છે અને આજે મારી ચારેય દિકરી પોલીસમાં નોકરી કરી રહીં છે. હું ખુબજ ખુશ છું કે મારી ચારેય દિકરીએ પોલીસની પરિક્ષા પાસ કરીને અમારું નામ રોશન કર્યું છે.
સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે
જો આ સગી 4 બહેનો મહેનત કરી એક સાથે એક જ ભરતીમાં લાગી શકે છે તો તમે પણ ચોક્કસ મહેનત કરી તમે નક્કી કરેલ કોઈપણ પરિક્ષા પાસ કરી શકો છો ,અંતે એટલું જ જણાવવાનું છે કે જો તમને સરકારી નોકરીની તૈયારી કરવાનો મોકો મળ્યો છે તો ખોટો સમય બગાડ્યા વગર તનતોડ મહેનત કરી લો કારણ કે કેટલાં એવાં પણ વિદ્યાર્થી હોય છે જેની ઘરની આર્થીક પરિસ્થિતિ સારી ન હોવાથી તૈયારી કરવાનો મોકો પણ મળતો નથી.