રેલ્વે ભરતી 2025 : ભારતીય રેલ્વે વિભાગ દ્વારા 10 પાસ પર 32438 જગ્યાઓ પર બમ્પર ન્યુ ભરતી જાહેર કરવામાં આવી છે.આ ભરતી વિષેની સંપૂર્ણ માહિતી આજનાં આ લેખમાં જોઈશું.
આ રેલ્વે ભરતી 2025 માં ક્યારે ફોર્મ ભરવું શરું થયું, ક્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ,ઉમર મર્યાદા,સિલેબસ, ફોર્મ ફ્રી , ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, કેટેગરી મુજબ જગ્યાઓ, ફિઝીકલ ટેસ્ટ આવી ભરતી વિષેની સંપૂર્ણ માહિતી આજનાં આ લેખમાં જોઈશું તેથી સંપુર્ણ માહિતી વાંચી લેવી ત્યારબાદ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો જેમ બને તેમ વહેલા ફોર્મ ભરી દેવું.
રેલ્વે ભરતી 2025 હાઈલાઈટસ
ભરતી કરનાર સંસ્થા | ભારતીય રેલ્વે વિભાગ |
પોસ્ટનુ નામ | વિવિધ |
શૈક્ષણિક લાયકાત | માત્ર 10 પાસ |
કુલ જગ્યાઓ | 32438 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 1 માર્ચ 2025 |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.rrbapply.gov.in |
રેલ્વે ભરતીમાં કુલ જગ્યાઓ
- કુલ જગ્યાઓ 32438
આ રેલ્વે ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પડેલ છે જે પોસ્ટની માહિતી નિચે મુજબ છે.
- Pointsman-B : 5058
- Assistant (Track Machine) : 799
- Assistant (Bridge) : 301
- Track Maintainer Grade-IV : 13187
- Assistant P-Way : 257
- Assistant (C&W) : 2587
- Assistant TRD : 1381
- Assistant Loco Shed (Diesel) : 2012
- Assistant Loco Shed (Electrical) : 420
- Assistant Operations (Electrical) : 950
- Assistant (S&T) : 744
- Assistant TL&AC : 1041
- Assistant TL&AC (Workshop) : 624
- Assistant (Workshop) (Mech) : 3077
- આ રેલ્વે ભરતીમાં ગુજરાતની (વેસ્ટર્ન રેલવે અમદાવાદ) કુલ જગ્યાઓ 4672 છે.
- વર્તમાન કુલ જગ્યાઓ 32438 છે પરંતુ પાછળથી આ જગ્યાઓમાં વધારો કરવો હોય તો કરી શકે છે.
લાયકાત
- માત્ર ધોરણ 10 પાસ
- જો ધોરણ 10 પાસ કરેલ ન હોય અને ITI કરેલ હોય તો પણ ચાલશે.
ઉંમર મર્યાદા
- તમારી 18 થી 36 વર્ષ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- ઓછામાં ઓછી 18 વર્ષ
- વધુમાં વધુ 36 વર્ષ ( કેટેગરી મુજબ અનામત મળવાંપાત્ર જેની માહિતી ઓફિશીયલ નોટીફીકેશનમાં મળી રહેશે )
માસિક પગાર
- 32,000 + સાતમા પગારપંચ મુજબ
- પરંતુ 2026 થી 8 મુ પગાર પંચ લાગુ થશે તેથી પગાર દર મહિને તમારો પગાર 41,000 + થશે.
સિલેક્સન પ્રક્રિયા
- ઓનલાઈન કોમ્પ્યુટર પર MCQ પરિક્ષા
- ફિઝિકલ પરિક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ ( ચકાસણી )
ઓનલાઈન કોમ્પ્યુટર પર પરિક્ષા (MCQ) વિશેની માહિતી
- 90 મિનિટ
- દિવ્યાંગ ઉમેદવારો માટે 120 મિનિટનો સમય છે.
- 100 પ્રશ્નો
- નેગેટિવ માર્ક 0.33 (દરેક ખોટા જવાબ દીઠ 0.33 માર્ક માઈનસ થશે.)
- આ પરિક્ષા ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને ગુજરાતીમાં આપી શકશો.
- ગણિત 25
- રિઝનિગ 30
- GK અને કરંટ અફેર 20
- સામાન્ય વિજ્ઞાન 25
ફિજીકલ ટેસ્ટ વિશેની માહિતી
- લેખીત પરિક્ષામા પાસ થયેલ ઉમેદવારોમાથી કુલ જગ્યાઓના 3 ગણા ઉમેદવારોને ફિઝીકલ ટેસ્ટ માટે બોલાવશે.
- ફિઝિકલ ટેસ્ટમાં દરેક પુરુષ અને મહિલા ઉમેદવારોએ કુલ બે ટેસ્ટ આપવાની રહેશે. 1) દોડવાનું 2) વજન ઉપાડીને ચાલવાનું.
પુરુષ ઉમેદવારો :
1) 35 કિલો વજન ઉપાડીને 100 મિટરનુ અંતર 2 મિનિટ માં અંતર ઉતાવળા પગલે ચાલીને પુરું કરવાનું હોય છે.
2) 1000 મિટર એટલે કે 1 કિલોમીટર 4 મિનિટ અને 15 સેકન્ડ માં દોડીને પુર્ણ કરવાનું રહેશે.
મહિલા ઉમેદવારો :
1) 20 કિલો વજન ઉપાડીને 100 મિટરનુ અંતર ઉતાવળા પગલે ચાલીને 2 મિનિટ માં પુરું કરવાનું હોય છે.
2) 1000 મિટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ અને 40 સેકન્ડ માં દોડીને પુર્ણ કરવાનું રહેશે.
એપ્લિકેશન ફ્રી ( ફોર્મ ફ્રી )
- જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 500 ₹
- જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને પરિક્ષા આપ્યા બાદ 400 ₹ પરત તમને મળી જશે.
- દરેક મહિલા, દિવ્યાંગ ઉમેદવારો,એક્ષ સર્વિસમેન , ટ્રાસ ઝેન્ડર 250 ₹
- SC ,ST ,EWS કેટેગરીના ઉમેદવારોને 250 ₹
પરિક્ષા આપ્યા બાદ મળવાપાત્ર થતી પરત રકમ
- જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને પરિક્ષા આપ્યા બાદ 400 ₹ પરત તમને મળી જશે.
- દરેક મહિલા, દિવ્યાંગ ઉમેદવારો,એક્ષ સર્વિસમેન , ટ્રાસ ઝેન્ડર અને SC ,ST ,EWS કેટેગરીના ઉમેદવારોને પરિક્ષા આપ્યા બાદ 250 ₹ પરત તમને મળી જશે.
ગુજરાતનાં ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર
આ ભરતી સંબંધિત કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય કે કોઈ મુંજવણ કે પ્રશ્ર્ન હોય તો ફોન નંબર 079-22940858 પર કોલ કરીને ભરતી સંબંધિત માહિતી મેળવી શકો છો.
રેલ્વે ભરતીની મહત્વની તારીખો
ફોર્મ ભરવાનું શરૂ | 23 જાન્યુઆરી 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 1 માર્ચ 2025 (રાત્રીના 11: 59 સુધી) ફક્ત 4 દિવસ બાકી |
ચલણ ભરવાની છેલ્લી તારીખ | 3 માર્ચ 2025 |
- ફોર્મ ભર્યા બાદ ફોર્મ ભરતી વખતે કોઈ ભુલ થયેલ હોય અને સુધારો કરવો હોય તો 250₹ નો ચાર્જ ભરી 25 ફેબ્રુઆરી થી 13 માર્ચ 2025 સુધી કરી શકશો ત્યારબાદ સુધારો કરી શકાશે નહીં.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- ધોરણ 10 ની માર્કશીટ
- આધારકાર્ડ
- ઈમેલ આઈડી
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો (પાછળનું બેકગ્રાઉન્ડ વાઈટ )
- સહીનો ફોટો (વાઈટ કાગળ પર )
- બેન્ક એકાઉન્ટની માહિતી
- જાતિનો દાખલો અંગ્રેજીમાં (ફક્ત SC,ST,EWS કેટેગરીના ઉમેદવારો માટે )
- OBC કેટેગરીના ઉમેદવારો માટે નોન ક્રિમીનલ સર્ટીફીકેટ અંગ્રેજીમાં
જો SC,ST અને EWS કેટેગરીના ઉમેદવાર પાસે જાતીનો દાખલો અંગ્રેજીમાં ન હોય તો તે જનરલ કેટેગરી ફોર્મ ભરવાનું રહેશે.
જો OBC કેટેગરીના ઉમેદવાર પાસે નોન ક્રિમીલીયર અંગ્રેજીમાં ન હોય તો તે જનરલ કેટેગરી ફોર્મ ભરવાનું રહેશે.
અગત્યની લીંક
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો. |