RMC new Bharti 2025 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 823 ખાલી જગ્યાઓ માટે એપ્રેન્ટિસની પોસ્ટ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે તેથી અમે તમને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી કરીએ છીએ તથાં આ લેખ એવાં દરેકને શેર કરો જેમને નોકરીની જરૂર છે.
તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 2025 માટે અન્ય વિગતો મેળવી શકો છો. અન્ય વિગતો અહીં આપવામાં આવી છે જેમ કે પોસ્ટની વિગતો, ખાલી જગ્યાઓ, નોકરીનું સ્થાન, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર, મહત્વની તારીખો, અને અન્ય ભરતીની જરૂરી માહિતી.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી હાઇલાઇટ્સ
ભરતી કરનાર સંસ્થા | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ નું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યાઓ | 825 |
નોકરીનું સ્થળ | રાજકોટ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31/01/2025 |
પોસ્ટ નું નામ અને કુલ ખાલી જગ્યાઓ
- એપ્રેન્ટીસની કુલ 825 જગ્યાઓ માટે
નોકરીનું સ્થળ
- રાજકોટ શહેરમાં જ રહેશે.
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ હોવી જોઈએ.
- 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
પગાર
- પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી જ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ
ભરતીમાં ફોર્મ ભરવાથી લઈ પસંદગી પામલા માટેની પ્રક્રિયા
- ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તારીખ 07/0272025 સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ ( સવારે 10:30 થી સાંજે 6: 30 સુધીમાં ) રજુ કરવાના રહેશે.
- ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોકયુમેન્ટ જમા/રજુ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.
- નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરીટના અગ્રતાક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે. સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે.
ભરતી અંગેની મહત્વની તારીખો
- ફોર્મ ભરવાનું 13 જાન્યુઆરી 2025 શરું થઈ ગયું છે.
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2025 છે.
Form khase bhrna he