Traffic Police Recruitment 2026 : અમદાવાદ ગ્રામ્ય જીલ્લા ટ્રાફીક બ્રિગેડ સેવકોની માનદ સેવા અમદાવાદ ગ્રામ્ય જીલ્લા ખાતે ટ્રાફીક સંચાલન તેમજ શિક્ષણ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા કુલ 526 પુરૂષ/મહિલા સેવકોની માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે.
- પોસ્ટ નું નામ : ટ્રાફિક બ્રિગેડ
- કુલ જગ્યાઓ : 526
- ઉંમર મર્યાદા : 18 થી 40 વર્ષ
- શૈક્ષણિક લાયકાત : માત્ર 9 પાસ
- પગાર : 13,500 ₹
- ફોર્મ ભરવાનું માધ્યમ : ઓફલાઈન
- ફોર્મ ભરવાનું ચાલું : 15 જુન 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 25 જુન 2026
શારિરીક યોગ્યતા અને શારીરિક કસોટી
| – | પુરુષ | મહિલા |
| ઉંચાઈ | 165 સેમી | 158 સેમી |
| વજન | 50 કિલો કે તેથી વધુ | 40 કિલો કે તેથી વધુ |
| દોડ | 800 મિટર 4 મિનિટ અને 10 સેકેન્ડ માં પુર્ણ કરવાનું | 400 મિટર 2 મિનિટ અને 10 સેકેન્ડ માં પુર્ણ કરવાનું |
પરીક્ષા પધ્ધતિ
- લેખિત પરીક્ષા માટે હેતુલક્ષી પ્રકારનું 60 ગુણનું પ્રશ્ન પત્ર રહેશે.
- મૌખિક પરીક્ષા : 20 ગુણ રહેશે
પસંદગીની પ્રક્રિયા
- શારિરીક કસોટી અને પરિક્ષાના આધારે પાસ થયેલ ઉમેદવારોનું આખરી મેરીટ બનાવવામાં આવશે અને તે મુજબ પસંદગી કરવામાં આવશે.
અગત્યની અન્ય સરત
- માનદ સેવકો અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદ વિસ્તારના રહીશ હોવા જોઇએ.
તાલીમ પ્રક્રિયા
- આખરી પસંદગી થયેલ ઉમેદવારોને પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા અમદાવાદ ગ્રામ્ય ખાતે પ્રાથમીક તાલીમ દિન-15 ની રહેશે. જે તાલીમ દરમ્યાન કોઈ માનદ વેતન ચુકવવામાં આવશે નહી.
ટ્રાફિક પોલીસમા જોડાવવા માટેનું ફોર્મ મેળવવું ક્યાંથી અને ક્યાં જમા કરાવવું ?
- અરજદારોએ નીચે દર્શાવેલ સરનામે તા. 15 જુન 2026 ના રોજથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના તાબા હેઠળના તમામ પો.સ્ટે/જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ/જિલ્લા ટ્રાફીક શાખા અમદાવાદ ગ્રામ્ય ખાતેથી ફોર્મ મેળવી શકાશે. ઉમેદવારોએ ફોર્મ જે પો.સ્ટે./શાખા ખાતેથી મેળવેલ હશે તે જ પો.સ્ટે./શાખા ખાતે તા. 25 જુન 2026 સુધીમાં જમા કરાવવાના રહેશે.
- તેમજ અમારી વેબસાઇટ https://spahmedabad.gujarat.gov.in પર આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે. ફોર્મ જમા કરાવવા આવનાર ઉમેદવારોએ પોતાની સાથે નીચે જણાવ્યા મુજબનાં દસ્તાવેજોની પ્રમાણિત નકલો તથા અસલ દસ્તાવેજ તથા રહેઠાણ અંગેના જરૂરી પુરાવા સાથે આવવાનું રહેશે.
- ધોરણ 9 પાસનું સર્ટીફિકેટ/તેનાથી ઉપરની અન્ય લાયકાત, શાળા છોડયાનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ/જન્મનું પ્રમાણપત્ર/ચુંટણી કાર્ડ/રેશન કાર્ડ/ડોમીસાઇલ સર્ટીફિકેટ (પેરા નં. (2)માં જણાવેલ રહેઠાણના પુરાવાઓ પૈકી કોઇ પણ બે)
- પાસપોર્ટ સાઈઝનાં બે(2) ફોટા
15 જુન 2026 ના રોજ ટ્રાફિક બ્રિગેડમાં ભરવાનું થતું ફોર્મ વોટ્સએપ ચેનલમાં મુકવામાં આવશે તેથી જો વોટ્સએપ ચેનલમાં ન જોડાયેલ હોય તો જોડાઈને રહેજો.
| વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |