Surat Municipal Corporation New Recruitment 2026 : ઘી એપ્રેન્ટીસ એકટ-1961 હેઠળ સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદાં જુદાં ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારો પસંદ કરવા માટે તા. 01/06/2026 (સમય : સવારે 11:00 કલાક) થી તા. 10/06/2026 (સમય : રાત્રે 11:00 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા ભરતી હાઈલાઈટસ
| પોસ્ટ | એપ્રિન્ટીસ |
| કુલ જગ્યાઓ | 1000 |
| ઉંમર મર્યાદા | 18 થી 34 વર્ષ |
| શૈક્ષણિક લાયકાત | 12 પાસ , કોલેજ પાસ , ITI |
| ફોર્મ ભરવાનું માધ્યમ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાનું ચાલું થયું | 1 જુન 2026 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 જુન 2026 |
એપ્રેન્ટીસ ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ :
(1) એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઈટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાકટ મુજબનો રહેશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી તુરંત છુટા કરવામાં આવશે.
(2) સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https:apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
(3) ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરિકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment અરજી કરવાની રહેશે.
(4) ઉમેદવારની ઉંમર૧૮ વર્ષ થી ઓછી અને ૩૪ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં.
(5) જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતા વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે.
(6) અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ હોય તો ઓનલાઈન કોન્ટ્રાકટ જનરેટ થતા ન હોવાથી તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી.
(7) ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ પર જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ-મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.
(8) ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોકયુમેન્ટ ઓરીજીનલ તથા ડોક્યુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
(9) ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં ગેરહાજર રહેલ ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે.
( 10) આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની થાય અથવા કોઈ કેડર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
(11) લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એકટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.
(12) એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયા પહેલા જો કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસશીપ છોડી જાય તો તેઓને કોન્ટ્રાકટ ટર્મીનેટ કરવામાં આવશે.
(13) એપ્રેન્ટીસોને મળવા પાત્ર સ્ટાઈપેન્ડ સરકારશ્રીના વખતોવખતના નિતી-નિયમોને આધિન રહેશે..
મહત્વની લીંક
| ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
| વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |