WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

CCE ની ન્યુ 5370 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર | New big recruitment of CCE announced 

New big recruitment of CCE announced : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ગ્રુપ A અને ગ્રુપ B ની કુલ 5370 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રાખવામાં આવેલ છે. આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલું 5 ફેબ્રુઆરી 2026 થી ચાલું થશે તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026 રાખવામાં આવેલ છે. આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી અહીં આપેલ છે. સંપૂર્ણ માહિતી વાંચી ફોર્મ ભરવા ઈચ્છતા હોય અને ફોર્મ ભરવા માટે લાયક હોય તો આપેલ છેલ્લી તારીખ પહેલાં જરૂર ભરી દેવું.

આવનાર દરેક ભરતીની ગુજરાતીમા વિગતવાર સંપૂર્ણ મેળવવા માટે jobs6g.in વેબસાઈટની મુલાકાત લેતા રહો, તમને આ વેબસાઈટ પર દરેક ભરતીની માહિતી મળી રહેશે.

 

CCE ભરતી 2026 હાઈલાઈટસ

ભરતી કરનાર સંસ્થા ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ વિવિધ
કુલ જગ્યાઓ 5370
ઉંમર મર્યાદા 20 થી 40 વર્ષ
શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ
પગાર 26,000 + ( પોસ્ટ મુજબ વિવિધ )
ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાનું ચાલું થયું 5 ફેબ્રુઆરી 2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026
ફોર્મ ભરવાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in

 

પોસ્ટ અને કુલ જગ્યાઓ

  • કુલ જગ્યાઓ : 5370
  • પોસ્ટ : નિચે મુજબ

શૈક્ષણિક લાયકાત

  • ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)

 

ઉંમર મર્યાદા

  • 20 ફેબ્રુઆરી 2026 ના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા 35 વર્ષથી વધુ નહીં.
  • જો તમે અનામત કેટેગરીના ઉમેદવાર છો તો તમને ઉંમરમાં છુટછાટ નિચે મુજબ મળવાપાત્ર છે.

અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં મળવાપાત્ર છુટકાર

પસંદગી પ્રક્રિયાના તબક્કા

પ્રાથમિક કસોટી: સૌ પ્રથમ ઉમેદવારોએ ૧૫૦ ગુણની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા (CBRT પદ્ધતિ) આપવાની રહેશે.

મુખ્ય પરીક્ષા માટેની પસંદગી : પ્રાથમિક પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે, કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આશરે ૭ (સાત) ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

બે અલગ યાદી : મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ-A અને ગ્રુપ-B માટે ઉમેદવારોની અલગ-અલગ યાદી તૈયાર કરવામાં આવશે.

અગ્રતાક્રમ (Preference) : જો કોઈ ઉમેદવાર બંને ગ્રુપ (A અને B) ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે, તો તેમણે બંને પરીક્ષા આપવાની રહેશે.

CCE ની પ્રિલીમ પરિક્ષાનો સિલેબસ

 વિષય  માર્ક
રીઝનીંગ 60
ગણિત 30
જનરલ નોલેજ અને કરંટ 30
ગુજરાતી 15
અંગ્રેજી 15
  સમય : 2 કલાક  કુલ માર્ક 150

 

  • દરેક ખોટા જવાબ દીઠ નેગેટીવ માર્ક 0.25 છે.
  • આ પ્રીલીમ પરિક્ષામાં પાસ થવા માટે 40 % માર્ક મેળવવા ફરજીયાત છે એટલે કે 150 માર્કમાંથી 60 માર્ક મેળવવા ફરજીયાત રહેશે.
  • ગ્રુપ A અને ગ્રુપ B બન્નેની પ્રાથમિક પ્રીલીમ પરિક્ષા એક જ રહેશે જે MCQ પધ્ધતિથી લેવામાં આવશે.

 

મુખ્ય પરિક્ષાનો સિલેબસ

  • મુખ્ય પરિક્ષા ગ્રુપ A અને ગ્રુપ B બન્નેની અલગ અલગ રહેશે તથા આ બન્નેની મુખ્ય પરિક્ષાનો સિલેબસ ઓફિશીયલ નોટીફીકેશન આપેલ છે જેની લીંક આ આર્ટિકલ્સના અંતમાં આપેલ છે ‌

 

આખરી પસંદગી યાદી (Final Selection)

વિગત ગ્રુપ-A (Group-A) ગ્રુપ-B (Group-B)
પરીક્ષાનો પ્રકાર વર્ણનાત્મક (Descriptive) MCQ પદ્ધતિ

 

ચલણ ( ફોર્મ ફ્રી )

  • જનરલ કેટેગરીના પુરુષ માટે : 500 ₹
  • અન્ય તમામ માટે : 400 ₹

આ ફ્રી તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભરવાનું થશે ઓનલાઇન તથા 23 ફેબ્રુઆરી સુધી તમે આ ફોર્મ ફ્રી ભરી શકો છો.

ફી પરત (Refund) અંગેની ખાસ જોગવાઈ

  • જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત (હાજર) રહેશે, તેમને જ પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે.
  • જે ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહેશે, તેમની ફી પરત કરવામાં આવશે નહીં.

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધારકાર્ડ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • જાતીનો દાખલો (ફક્ત SC, ST, EWS માટે )
  • નોન ક્રિમીલીયર, જાતીનો દાખલો ( ફક્ત OBC માટે )
  • મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી
  • સહીનો ફોટો ( સાઈઝ 15KB થી વધુ નહીં )
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો ( સાઈઝ 15KB થી વધુ નહીં )

 

CCE ફોર્મ કેવી રીતે ભરવું?

  • અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ ટૂંકમાં છે:
  1. Registration: સૌ પ્રથમ ‘One Time Registration’ (OTR) કરાવવું જરૂરી છે.
  2. Apply: ‘Apply now’ પર ક્લિક કરી વ્યક્તિગત વિગતો (Personal Details) અને શૈક્ષણિક વિગતો (Educational Details) ભરવી.
  3. Photo & Signature Upload: ફોટો અને સહી જે .jpg ફોર્મેટમાં (15 KB થી વધવા ન જોઈએ) હોય તે અપલોડ કરવા. ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને જાહેરાત પ્રસિદ્ધ થયા પછીની તારીખનો હોવો જોઈએ.
  4. Confirmation: બધી વિગતો ચકાસીને ‘Confirm Application’ પર ક્લિક કરવું. કન્ફર્મ થયા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.
  5. Print: અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી, જે ભવિષ્યમાં કામ આવશે.

ખાસ નોંધ: જો એકથી વધુ અરજી કરશો, તો તમારી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ માન્ય રાખવામાં આવશે.

અગત્યની તારીખ

ભરતી જાહેર થયાની તારીખ  3 ફેબ્રુઆરી 2026
ફોર્મ ભરવાનું ચાલું થશે 5 ફેબ્રુઆરી 2026
ચલણ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026

 

અગત્યની લીંક

ઓફિશિયલ નોટીફીકેશન જોવા માટે  અહીં ક્લિક કરો 
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો 

 

Leave a Comment

error: Content is protected !!